..... " સખી "
અંતર તારા ને મારા વચ્ચે કશુ જ ના રહે સખી;
ઢળી રહ્યો છું હું સતત તારા તરફ એ રીતે સખી;
ચૂમી લઉં હું તારી કામણગારી ઢળતી એ આંખોને,
કે, તારા શ્વાસોમાં મારા શ્વાસ આજ ઓગળે સખી;
તારા લહેરાતાં કેશોના ઘનઘોર કાળા વાદળો પણ,
અનરાધાર વરસીને, તન મન મારું ભીંજવે સખી;
તારા અંગે અંગની મહેક, કરતી રહે મદહોશ મને!
તારા મીલનની ઝંખનામાં કદમ મારાં બહેકે સખી;
એથી વધું તો હું શું લખું સખી? તારી સુંદરતા વિશે!
સૂર્યની પહેલી કિરણે ઝળહળતી તું શબનમ છે સખી;
વધુમાં વધુ એટલી સાબિતી આપી શકું મારા પ્રેમની,
કે કંગન, પાયલ, ઝૂમખાંય "વ્યોમ" નામે રણકે સખી;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર