ખૂબ મળ્યા માણસોને હવે જાતને મળી લઈએ.
ખૂબ મળ્યા સંબંધીને હવે જાતને મળી લઈએ.
બોલ્યાં વેણ મીઠાં મધુરાં હસ્તધૂનન કરતાં કરતાં,
ખૂબ મળ્યા સગાંઓને હવે જાતને મળી લઈએ.
શું ખૂટે છે આપણામાં એની શોધખોળ કરીએ,
ખૂબ મળ્યાં પરિચિતોને હવે જાતને મળી લઈએ.
ખૂબ થયા બહિર્મુખ આજતક, અંતર્મુખ થઈએ,
ખૂબ મળ્યા ઓળખીતાને હવે જાતને મળી લઈએ.
ઢંઢોળીએ આતમને શું છે કરવાનું બાકી, વિચારીએ,
ખૂબ મળ્યા નાના મોટાને હવે જાતને મળી લઈએ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.