શીર્ષક - ' જીવન કેરો અનુભવ'
જીવન કેરા અનુભવે, એટલું તો સમજાયું છે;
નિસ્વાર્થ ભાવે જે કાર્ય કરે એ જ વગોવાયું છે;
ચહેરા ઉપર ચહેરો લગાવીને ફરતા સમાજમાં,
મુશ્કેલ છે શોધવું કોણ આપણું? કોણ પરાયું છે?
આંખો બંધ કરી, આંધરી દોટ મૂકતા યુવાનોમાં!
પશ્ચિમી સંસ્કૃતિ પાછળનું પાગલપન દેખાયું છે;
પરંપરાગત વસ્ત્રો છોડી, ધારણ કર્યાં આધુનિક!
ખોટી ઘેલછામાં બાળકે માનું દામન ગુમાવ્યું છે;
ખોટા દેખાડામાં "વ્યોમ" ચાદર પડી પછી નાની,
ચાદરથી બહાર પગ ફેલાવનાર અંતે પસ્તાયું છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર