શીર્ષક - " જિંદગીની ડાયરીનું એક પાનું "
જિંદગીની ડાયરીમાં અમૂલ્ય એક પાનું હતું;
ખરેખર તો જીવવાનું એ જ તો બહાનું હતું;
મહેક હતી દિલમાં કરમાયેલ એક ગુલાબની,
ખરા હૃદયથી આપેલ એ એક નજરાણું હતું;
પ્રણયની પ્રસ્તાવનામાં લખ્યું જ્યારે એક નામ,
પછી તો બન્યું એ હૃદયનું કાયમી સરનામું હતું;
પીળાશ આવી ગઈ છે આજ એ હૃદયના પાને,
જે પાનું ક્યારેક તો ખૂબ જ સુંદર મજાનું હતું;
આવ્યું કોઈ યાદ અને સરી જવાયું અતીતમાં,
રહ્યું પાનું કોરું "વ્યોમ" પણ એ સંભારણું હતું;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર