Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

..... કેમ છો મિત્રો ?


મિત્રએ જરા પૂછ્યું કેમ છો? તો મેં કહ્યું મજામાં!
પરંતુ, કેમ કહેવું એને? કે હું છું જિંદગીની સજામાં,

મલમનું કામ કરી ગયાં એણે કહેલાં બે શબ્દોય,
એ અસર કરી, જે ના હતી અસર કોઈ દવામાં;

કેટલો ખુશનસીબ છું? મળ્યાં તમારાં જેવાં મિત્ર!
કે નામ મારું સદા રાખ્યું છે હર માંગેલી દુઆમાં;

ખબર અંતર પૂછીએ, ક્યારેક કારણ વગર પણ!
હલ નહીં તો ધરપત જરૂર મળે છે હરેક દશામાં;

કેમ છો? કહેવાનાં બહાનેય મળતાં રહો "વ્યોમ"
જગા કોઈ ભરી નથી શકતું ખાલી પડેલ જગામાં;


✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111909410
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now