તમારા મૌનને વાંચીને સમજવાનું અમારે.
સમજીને પછી એને અનુસરવાનું અમારે.
"જીવોને જીવવા દો" એ થયું ઘણું જૂનું હવે,
"જીવોને જીવાડો" આચરણમાં મૂકવાનું અમારે.
હૈયાથી હાથ લગીની રહી છે કર્મયાત્રા કેવી!
શબ્દબાણના પ્રહારે પરાને વદવાનું અમારે.
"કોઈ શું કહેશે " હવે એ નથી રહ્યો વિષય આપણો,
ઓળખી આત્માનો અવાજને વર્તવાનું અમારે.
વર્તુળાકાર ધરાના કેન્દ્રબિંદુમાં સ્નેહ છૂપાયો હશે,
એ ભલે ફરે પણ સ્થિર કદમને ભરવાનું અમારે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.