....." ઘાત નથી કોઈ "
વાત નથી કોઈ, કે હસીન રાત નથી કોઈ;
મમળાવી શકું એવી મુલાકાત નથી કોઈ;
કરમાઈ ગયાં પુષ્પો, હવે તો પ્રણય તણાં!
અતીત મહેકાવે એવી પમરાટ નથી કોઈ;
છતાં પણ ચાહત તો છે આજે ભારોભાર,
પણ અફસોસ કે એને જ જ્ઞાત નથી કોઈ;
જિંદગી પણ એકધારી જ ચાલતી રહી છે,
આવે કોઈ મોડ હવે, એવી વાટ નથી કોઈ;
દર્દ કર્યાં એકઠાં મેં એક એકથી ચડિયાતાં,
વેચી શકું બજારમાં એવી હાટ નથી કોઈ;
આથમી રહ્યો સૂરજ મધ્યાહને જીવન તણો,
લઈને ઊગે આશ, એવી પ્રભાત નથી કોઈ;
કફન પણ રાખ્યું છે એટલે જ તો હાથવગું,
પણ શું થાય "વ્યોમ" માથે ઘાત નથી કોઈ;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર