Gujarati Quote in Thought by Mukesh Dhama Gadhavi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટચૂકડી જાહેરખબર.....

🌱 ૧. ખોવાયેલ છે.

માળાથી તમારા ઘર સુધીના રસ્તામાં પંખીનું ટહુકા ભરેલું પર્સ ખોવાયેલ છે, સાથે કંઠનું લાઇસન્સ પણ છે. શોધી આપનારને યોગ્ય બદલો આપવામાં આવશે.

🌼 ૨. વેચવાનો છે.

પોશ વિસ્તારમાં આવેલા એક ઝાડને ૧૦૦ ચો.વાર છાંયડો વેચવાનો છે. સૌને પોષાય એવા ભાવે, ટાઇટલ ક્લીયર, દલાલોએ તસ્દી ન લેવી. દતક આપવામાં આવશે.

🌱 ૩. ભાડે આપવાની છે.

એક છોડને બીજા માળે એક ડાળી ફૂલો ખીલવવા ભાડે આપવાની છે. જ્ઞાતિબંધુઓને અગ્રીમતા આપવામાં આવશે.

🌼 ૪. મોકાનો પ્લોટ વેચવાનો છે.

છાતીની સહેજ ડાબી બાજુએ આવેલો મોકાનો પ્લોટ વેચવાનો છે, રમણીય પાર્ક બની શકે તેવા આ પ્લોટ માટે અજાણી વ્યક્તિએ પૂછપરછ કરવી નહિ.

🌱 ૫. ઈમલો વેચવાનો છે.

વર્ષો જૂના સપનાનો કાટમાળ વેચવાનો છે, વહેલા તે પહેલાના ધોરણે.

🌼 ૬. લગ્ન વિષયક.

ઉંમર જેટલી ઉંચી, દેખાવમાં હવા જેવી પાતળી, દરરોજના ઢગલાબંધ આંસુ કમાતી પીડાને ખમતીધર યુવક જોઈએ છે. જ્ઞાતિબાધ નથી.

🌱 ૭. જોઈએ છે.

વયોવૃદ્ધ, અશક્ત અને દિવસથી ત્યજાયેલી સાંજને સાચવી શકે તેવી પીઢ ઉંમરની આયા જોઈએ છે.

🌼 ૮. દત્તક જોઈએ છે.

શબ્દથી સમૃદ્ધ એવા શહેરના એક પ્રતિષ્ઠિત કવિને એક કવિતા દત્તક લેવાની છે, ઇચ્છુક વાલીઓએ કવિતાના ફોટા સાથે રૂબરૂ મળવું...!!!

Gujarati Thought by Mukesh Dhama Gadhavi : 111907519
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now