Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નગર નગર છું ફરી વળ્યો એક ડગર શોધવા;
મજલ મજલ જઈ ચડ્યો એક સફર શોધવા;

આજ પણ પાથરેલ છે પાંપણ એની પ્રતીક્ષામાં,
પલક પલક હું જોઈ રહ્યો એક નજર શોધવા;

નથી ભરાતું મન હવે આ ઉપવનની સોડમથી,
પુષ્પ પુષ્પ હું સૂંઘી ચૂક્યો એક અત્તર શોધવા;

દુઆ ના કબૂલ થઈ કોઇ મંદિર કે મસ્જિદમાં,
ડુંગર ડુંગર મેં ખૂંદી નાખ્યો એક કંકર શોધવા;

મુખે રાખે રામ ને બગલમાં રાખે છે છરી લોકો,
સ્વજન સ્વજન હું ભેંટયો એક ખંજર શોધવા;

છાપે ચડી પોકારે છે પાપ એક'દી જરૂર 'વ્યોમ'
અક્ષર અક્ષર વંચાઈ ગયો એક ખબર શોધવા;

✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111907011
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now