સંબંધ
કેટલું ઝુકાવે ને કઠપૂતળી સમ નચાવે છે સંબંધ.
લાગણી ઓસરતાં પથ્થર દિવાલ ચણાવે સંબંધ.
એક ઢસરડા કરતો સાચવે એક અભિમાને ચાલે,
સાલું આવા કૈક પસ્તી બની આગ ચંપાવે સંબંધ.
દિ દેખાડાનાં ઢળતાં અસલ અમાસી રાત સામે ધરે,
એવા તે કેવા હશે અનેકો હૈયે ઘર કરી ચિરાવે સંબંધ.
નાજુક સમય અવધિ ને કેટકેટલા અહિં વેશ જોવા,
પોતાના કે પારકાં એમાં કેમ રે પારખા કરાવે સંબંધ.
છીદ્ર થૈ ચુક્યા હ્રદય થતાં ઘા સધળા સહી જીવવું,
કેવી કરપીણ છે કે ફક્ત નામના સૌ નિભાવે સંબંધ.
- નિમુ ચૌહાણ
-Nimu Chauhan nihan