...." કમાડ વાંહેથી "
આજ ફરીથી કોઈક ડોકાયું છે કમાડ વાંહેથી;
મુખડું ફરી એ જ મને દેખાયું છે કમાડ વાંહેથી;
એ નયન, એ નજર અને એ જ નિર્દોષ મુસ્કાન,
ઝુકેલી પલકે એક જણ શરમાયું છે કમાડ વાંહેથી;
બદલાવ કેટલો આવી ગયો આ શેરી, મહોલ્લામાં!
જાણીતી ડેલીએ કોઈ મલકાયું છે કમાડ વાંહેથી;
સ્પર્શ શું થયો દરવાજે? આજ જાણીતાં ટેરવાનો!
પછી તો, અધીરું હૃદય પડઘાયું છે કમાડ વાંહેથી;
"વ્યોમ" પણ વરસી રહ્યું છે જો, યાદો તાજી કરવા!
ને, કોઈકની સાથે કોઈ ભીંજાયું છે કમાડ વાંહેથી!
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર