ચિંતાથી ચિંતન સુધીની સફર મારી.
ન-મનથી નમન સુધીની સફર મારી.
કરી લીધી ભૂલો અગણિત આજતક,
પસ્તાવાથી અગન સુધીની સફર મારી.
સાવ હળવોફૂલ બની ગયો ખંખેરીને,
આ ચમનથી આચમન સુધીની સફર મારી.
હવે દેવ મારા મંદિર પૂરતા મર્યાદિત નથી,
સ્વજનથી જનેજન સુધીની સફર મારી.
ભૂમંડલે ફરીફરી વિવિધ અનુભવો લીધા,
વિશ્વથી બસ વતન સુધીની સફર મારી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.