... " કોરા કાગળ પર "
કરી દીધી છે લે દસ્તખ મેં, કોરા કાગળ પર!
પ્રાણ મેં લખી આપ્યા તને, કોરા કાગળ પર!
કેમ ઊભો છે દોસ્ત તું, લઈ ખંજર હાથમાં!
હેસિયત મારી તું માપ લે, કોરા કાગળ પર!
નજરોથી ચિતર્યાં છે અરમાનો કાગળ પર,
વાંચી શકે તો વાંચ પ્રિયે, કોરા કાગળ પર!
આંસુઓની શ્યાહી અને પાંપણોની કલમથી,
દાસ્તાન એ દિલ લખી છે, કોરા કાગળ પર!
શબ્દોના હર બાંધ હવે તૂટવા માંડ્યા "વ્યોમ"
અક્ષરે અક્ષર વિખરાય હવે, કોરા કાગળ પર!
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર