શું ફરક પડે છે?
તું હોય દૂર કે હોય પાસ, શું ફરક પડે છે;
તારા હોવાપણાથી જ આ દિલ ધડકે છે;
કહું ભલે કે શું ફર્ક પડે? તારાં દૂર રહેવાથી,
તારા વિના મુશ્કેલ, જીવન લાગે અમને છે;
રહે જો ઓઝલ તું આંખોથી પળ બે પળ,
તન ને મન તારા વિરહમાં સતત તડપે છે;
તારા વગર રાત પૂનમની છે અંધકાર ભરી,
તારા સંગ અમાસ દિવાળી જેમ ઝગમગે છે;
મૃત્યુ બાદ પણ રહેશે, પ્રતીક્ષા એક તારી,
ધરાએ નૈ તો મન 'વ્યોમ' પર સંગમ ઝંખે છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર