સા - સાવ ભૂલી જઈએ મનદુઃખ હતાં જે ગઈકાલે.
લ - લખીએ પાઠ સ્નેહનો અંતરે જેને દુનિયા મ્હાલે.
મુ - મુરાદ મનની એક જ કે હાથ મહેનતનો સૌ ઝાલે.
બા - બાદ કરીએ જીવનમાંથી વેરવૈમનસ્ય કમાલે.
ર - રથ જીવનનો ધપે આગળ કર્મયોગી તણી ચાલે.
ક - કદી ના નૈરાશ્ય ઢૂંકવા દઈએ વિધિલેખ ટાળે ભાલે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.