વરસ બદલાશે પણ આપણી વૃત્તિનું શું?
વરસ બદલાશે પણ અધૂરપ પૂર્તિનું શું?
ખૂબ ચાલ્યા પણ આખરે ત્યાંના ત્યાં જ,
વરસ બદલાશે પણ જૂની પ્રકૃતિનું શું?
શું સંકલ્પો નવા વરસેથી વ્યવહારગમ્ય?
વરસ બદલાશે પણ આપણી પ્રવૃત્તિનું શું?
વર્તનમાં માનવતાના દર્શન બહુ ઓછાં છે?
વરસ બદલાશે પણ માનવ આકૃતિનું શું?
સંકલ્પને વિકલ્પની ઘટમાળે અટવાયા ઘણા,
વરસ બદલાશે પણ આપણી પ્રગતિનું શું?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.