સનમ.
વાતનીવાતમાં રિસાય છે સનમ.
કરી ક્રોધને બોલી જાય છે સનમ.
નાની શી મજાક પર્વત જેવી ગણી,
જાણે કે પુષ્પવત્ મુરઝાય છે સનમ.
મસ્તીનેય મેણાંટોણાંમા ખપાવે છે,
એથી જ કેટલી અકળાય છે સનમ.
સાવ આળું મન રાખીને જીવે છે એ,
એથી જ વારંવાર ઘવાય છે સનમ.
શબ્દોને નીચોવીને અર્થ કાઢે છે એ,
ભાવ જગતથી દૂર જાય છે સનમ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.