નવાઈ શી..!
હતો ઢાળને ગતિ મળી એમાં નવાઈ શી?
સારી સંગતે મતિ મળી એમાં નવાઈ શી?
હતો પાછળ પવનથી આગળ થઈ ગયા,
જીવનમાં પ્રગતિ મળી એમાં નવાઈ શી?
બલિહારી સંજોગની કે ઈપ્સિત મળ્યું,
ઘોરઅંધારે બત્તી મળી એમાં નવાઈ શી?
"વાહવાહી"ના કરો કોણીએ ગોળ હતો,
સફળતા પૂછતી મળી એમાં નવાઈ શી?
નથી કોઈ મહેનત કે કરિશ્મા; કૃપા વરસી,
સહકારી વસતિ મળી એમાં નવાઈ શી ?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.