અલૌકિક શક્તિ...
ઉગ્યા કરવુ સતત આ રણમા, ,
હશે કોઈ અલૌકિક શક્તિ ત્યા,
જે પાણી બનતુ હશે કદાચ ત્યા,
રણની રેત વચ્ચે પણ એ ધટાદાર ,
હશે કોઈ અલૌકિક શક્તિ ત્યા,
જે ખોટી ખારાશ વેઠતુ હશે ત્યા,
એનો છાયડો તો આ રણનો વિહામો,
હશે કોઈ અલૌકિક શક્તિ ત્યા,
જે આ હવાનુ ધ્યાન ધરતુ હશે ...
- હીના રામકબીર હરીયાણી✍️