...." નથી રાખતાં "
કે, એ મળે અમને જ એવી કોઈ હસરત નથી રાખતાં;
ને, છીનવીએ જામ અન્યનો એવી ફિતરત નથી રાખતાં;
ચાહત અગર હશે એમને તો, એ એકરાર કરશે જરૂર!
પાછળ પાછળ ફરીએ, એવીએ મહોબ્બત નથી રાખતાં;
વાંચીલે આંખોને ને કળે જે મૌન, રાખીએ એને શીશ પર!
વાતે વાતમાં માંગે પૂરાવા એવાંથી નિસબત નથી રાખતાં;
હા, તમારા પગરખાંમાં નહીં આવતો હોય પગ, જાણું છું!
પણ, વાતેવાતે ફરીએ એટલી નીચી હેસિયત નથી રાખતાં;
એક હાકલે બોલાવી શકાય એટલો અધિકાર હોય મિત્ર પર,
ભાગી જાય પીઠ બતાવી 'વ્યોમ' એવા દોસ્ત નથી રાખતાં;
✍...© વિનોદ. મો. સોલંકી 'વ્યોમ'
GETCO (GEB),
મુ. રાપર