ડગલેને પગલે.
મને યાદ તારી સતાવે ડગલેને પગલે.
તારી સ્મૃતિ અકળાવે ડગલેને પગલે.
અંતરયામી રહ્યો તું હરિવર ઘટઘટમાં,
તોયે માયા કાં લલચાવે ડગલેને પગલે.
ઘટઘટવાસી તું અવિનાશી હે હરિવર,
પથ્યાપથ્ય મતિને મૂંઝાવે ડગલેને પગલે.
હાથથી કર્મ કરીને વાત હૈયાની સાંભળું,
ભક્તો રોજરોજ મનાવે ડગલેને પગલે.
વિલંબનીતિ કર્મફળમાં શાને રાખી હરિ?
જે કર્મની સત્તાને પડકારે ડગલેને પગલે.
આજ કરેને કાલ પામે એવું કૈંક તું કરને,
તોજ પાપથી એ બચાવે ડગલેને પગલે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.