....શીર્ષક -" મળ્યું અણધાર્યું કોઈ "
આજ મળ્યું રસ્તામાં, અણધાર્યું કોઈ;
દિલ થશે ચોરી એવું નહોતું ધાર્યું કોઈ;
મળી હતી નજરથી નજર ભરબજારે,
ના એમણે કે ના મેં, મટકુંય માર્યું કોઈ;
કહે છે હૃદય કે, વસાવી લ્યો દિલ મહીં!
દિલનું માનતાં હૃદયમાં છે વસાવ્યું કોઈ;
પર્યાય પ્રણયનાં, માની લીધાં છે એમને!
બધાંથી નામ એટલે અલગ જ તાર્યું કોઈ;
જપે છે દિવસ રાત ફક્ત નામ એક જ,
'વ્યોમ' દિલ પાછું નથી વરતું વાર્યું કોઈ;
✍...© વિનોદ. મો. સોલંકી 'વ્યોમ'
GETCO (GEB),
મુ. રાપર