જિંદગી સામે હવે કોઈ ફરિયાદ કરવી નથી,
હું બોલવું ને તું આવે,એવી રીતે હવે મળવું નથી.
કોણ કહે છે કે પ્રેમમાં જરૂરી હોય છે મળવાનું,
તું સપનામાં આવી જાય તો હવે જાગવું નથી.
તરસી લીધું છે હવે ઘણું, તારી લાગણી માટે,
તું સામેથી પ્રેમ વરસાવે એવું હવે કરવું નથી.
કોરી ધાકોર આંખોમાં શોધું હું પ્રેમ ક્યાં સુધી,
મારે તો ભર ચોમાસે પણ હવે ભીંજાવું નથી.
ઈચ્છાઓ તો હતી કે તને પામી લઉં પૂરેપૂરો,
પણ લાગણીની સોદાબાજી હવે કરવી નથી.
નેહા ઠાકર
સુરત