Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટકેટલા મિત્રો મળ્યા આ જિંદગીની સફરમાં.
કેટલાક સાથે ભળ્યા આ જિંદગીની સફરમાં.

ના સમજાઈ હજુ લગી જિંદગી છે ગતિ તારી,
કેટલાક તો બાખડ્યા આ જિંદગીની સફરમાં.

ક્યારેક ફૂલગુલાબી તો ક્યારેક અગનની જ્વાળા,
કેટલાક અધરસ્તે ખડ્યા આ જિંદગીની સફરમાં.

કાંટાળી સેજ પર શયન કરી ગુલાબી કલ્પનામાં,
કેટલાક બીબાંઢાળે ઢળ્યા આ જિંદગીની સફરમાં.

કોઈ રહ્યા અડીખમ જીવનના સિદ્ધાંતો સાચવીને,
કોઈ ચીલો ચાતરીને વળ્યા આ જિંદગીની સફરમાં.

જીવનસાથીએ પણ ના નિભાવ્યો સાથ છેક લગી,
અડધે આયુષ એ નીકળ્યા આ જિંદગીની સફરમાં.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111901177
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now