શબ્દોના જુદા જુદા અર્થો ઘટાવે એવી બાબત.
ને અર્થથી કોઈ સમર્થને પ્રગટાવે એવી બાબત.
કાચના ઘરમાં રહે છે પોતે એટલે છે અહિંસક,
ક્યારેક દુનિયાને ગોળગોળ રમાડે એવી બાબત.
આમ તો કોઈના ખાધા એ જાય એવા નથી જ,
પોતે નમી જાય, બીજાને નમાવે એવી બાબત.
હિંમત ભેગી કરીને સિંહના દાંત એ ગણવા જાય,
ભરત નામે દેશ ભારત ઓળખાવે એવી બાબત.
અઢારે અંગ છે વાંકાં એનાંને અરીસો કોણ ધરે ?
દોષ સામેનાના સતત એ ગણાવે એવી બાબત.
પોણાં, સવાયાં પોતે તો બિલકુલ ભણ્યા જ નથી.
તોય જગત આખાને ઊઠાં ભણાવે એવી બાબત.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.