તમારામાં 'મારાપણું' જોયું મેં.
તમારામાં ' સારાપણું' જોયું મેં.
લેણદેણના સંબંધે ૠણાનુબંધન,
તમારામાં ' અમારાપણું ' જોયું મેં.
કેટલું વિશાળ ભાવજગત હશે એ,
તમારામાં ' એકધારાપણું ' જોયું મેં.
મળ્યા છીએ માત્ર અક્ષર માધ્યમે,
તમારામાં ' પનારાપણું ' જોયું મેં.
નથી થઈ રુબરુ મુલાકાત આપણી,
તમારામાં ' યારાપણું ' જોયું મેં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.