શબ્દોના સહારે કૈક લખો કવિ.
અર્થ તણા વિચારે કૈંક લખો કવિ.
તમે તો કવિ છો ધારો તે કરી શકો,
ઉરના એ ધબકારે કૈંક લખો કવિ.
જડ- ચેતન સૌ તમારાથી વાત કરે,
અનુભવના આધારે કૈંક લખો કવિ.
સાવ ભોળા પારેવાં જેવા છો તમે,
સત્ય કેરા આકારે કૈંક લખો કવિ.
લાગણીના ભર્યા ભંડારો દિલમાંને,
હૃદયતારના ઝંકારે કૈંક લખો કવિ.
લખ્યું ના હોય એ પણ વાંચી શકો,
બેસી સાગર કિનારે કૈંક લખો કવિ.
દુનિયાદારીને મૂકો એક બાજુ પડતી,
ઈશ્વર તણા પનારે કૈંક લખો કવિ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.