કરેલી ભૂલોનો એકરાર કરીને જન્મદિન ઊજવીએ.
પગલે બીજાનો વિચાર કરીને જન્મદિન ઊજવીએ.
કેક માત્ર કાપવાથી કોઈ અર્થ નહીં સરે મિત્રો કદી,
માનવતાનો હવે આચાર કરીને જન્મદિન ઊજવીએ.
ઘટતી જિંદગીની નિરાશા આપણને ના પરવડે પછી,
જીવનને ખુદ આરપાર કરીને જન્મદિન ઊજવીએ.
વીતેલી વેળાના અફસોસથી કોઈ મતલબ ન સરતો,
બચેલાનો હવે શણગાર કરીને જન્મદિન ઊજવીએ.
ભૂલી જઈએ મતભેદ, વેર , વૈમનસ્યને કુટિલતાને,
સર્વત્ર વર્તને પ્રેમપ્રસાર કરીને જન્મદિન ઊજવીએ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.