એક યુગ વીતી ગયો, આવ્યે તમારી યાદને;
એવું પણ નથી કે હું ભૂલી ગયો એ સાંજને;
એ દિવસ, એ કલાક ને એ અદ્ભૂત ઘડી,
કે જોયો 'તો અમે અવની પર એક ચાંદને;
દૂર છો તમે, ને દિલની નજીક પણ તમે છો,
ઝંખે છે હૃદય સતત બસ તમારા જ સાથને;
અસમંજસમાં કેમ રહો છો તમે? કહેશો જરા?
લ્યો લંબાવ્યો મેં હાથ, થામી લો તમે હાથને;
યાદોને તમારી "વ્યોમ" રોપી દિધી છે હૃદયમાં,
તમે પણ વરસાવી દો, હવે સ્નેહ વરસાદને;
✍...©વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર