રામ તમે આવોને અંતરધામ.
હૈયાના હેતે કરીએ પ્રણામ.
ઉર અધિકારી બનો નિરંતર,
વસો મુજ દિલની અંદર,
રામ તમે સદાએ સુખધામ...1
ઝંખે ઉર આગમન તમારું,
હરિવર એથી હોય શું સારું,
રોમેરોમ રટતા તમારું નામ..2
ટળે મોહમાયાના વિષાદો,
ક્ષણેક્ષણ તમારી જ યાદો,
પુલકિત ગાત્રો થાય તમામ..3
નાથ વિનંતી કાને ધરોને
આસન દિલમાંહી કરોને
બની જાય મન પછી નિષ્કામ..4
ધન્ય ધન્ય હરિવર એ ઘડી,
ભવોભવની પ્રાર્થના ફળી,
ના રહે સિવાય કશું રામ....5
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.