ઘણા સંબધો નજીકના હોવા છતાં પૂર્ણવિરામ મુકાઈ જાય છે.ખબર નહિ! આ જમાનામાં બધાને એકલા રહેવાંમાં રસ છે.
બે સગા ભાઈ હોય,જોડે ઉછર્યા હોય છતાં પણ એક નાની અમથી વાતમાં બંને વચ્ચે અબોલા થઈ જાય છે અને સંબંધોમાં હંમેશા માટે પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. ક્યારે પણ બંને ભાઈ પ્રયત્ન નથી કરતા કે એક જ માના બંને દીકરા અને લાગણીસભર મોટા થયેલા ઘરના આંગણમાં રમેલા છતાં પણ સામા મળે ત્યારે એકબીજા સામે જોયા વિના મોઢું ફેરવીને ચાલ્યા જાય છે. ખબર નહિ !આટલું મોટું પૂર્ણવિરામ કેમ બની જતું હશે? શું ભાઈ- ભાઈ વચ્ચેની ભૂલને માફ ન કરી શકાય! શું પોતાનું સ્વાભિમાન ભાઈ કરતા વધી જતું હશે! પરંતુ આજના લોકો સંબંધો કરતા પોતાના સ્વાભિમાન ને વધારે મહત્વ આપતા થઈ ગયા છે. સ્વાભિમાન હોવું જોઈએ પરંતુ પોતાના લોકો માટે ક્યારેય પણ સ્વાભિમાન વચ્ચે લાવવું ન જોઈએ.
એવી જ રીતે ભાઈ -બહેનને પણ અત્યારે અબોલા જોવા મળે છે જે હકીકત છે .
પહેલા જમાનામાં ભાઈ -બહેનનો સંબંધ એટલે કે હૃદય એક અને શરીર જુદા એવો સંબંધ હતો પરંતુ અત્યારે ભાઈ-બહેન વચ્ચે હંમેશને માટે નાની અમથી વાતમાં અબોલા થઈ જાય છે અને હંમેશને માટે સંબંધોને પૂર્ણવિરામ મુકાઈ જાય છે પરંતુ લોકો સમજતા નથી કે ભાઈ બહેનો સંબંધ તો કુદરતી અનમોલ આપેલી ભેટ છે એવા સંબંધને ભૂલી જવું એના કરતાં તો પોતાની જાતને સહન કરતા શીખવી અને કોઈ પણ ની ભૂલ હોય એને ભૂલવા માટે તૈયારી રાખવી જરૂરી છે પરંતુ સંબંધને પૂર્ણવિરામ મુકાય નહીં. ભાઈ-બહેનના પ્રેમને હંમેશને માટે ભૂલી જવું એ ખરેખર યોગ્ય બાબત નથી.
-Bhanuben Prajapati