સોય અને દોરો વિના બંને છે અધૂરા, સોય એકલી હોય ત્યારે તેનું કોઈ મૂલ્ય નથી અને દોરી એકલી હોય ત્યારે તેનું કોઈ મૂલ્ય નથી.
બંને જ્યારે સંપીને ભેગા થાય ત્યારે ગમે તેવી ગાંઠ સાંધી દે છે,એ એવું પ્રેમ રૂપી થીગડું મારે કે જાણે એનું વ્યક્તિત્વ નવું તરી આવે.
જીવન પણ સોય ,દોરા જેવુ છે.જો કોઈ સોય બને તો આપણે દોરા જેવું બની સાથ આપવો અને એ દોરો બને તો આપણે સોય બની સાથ આપવો.
કુટુંબમાં પણ ગમે તેવા સંબંધ માં તિરાડ હોય તો આપણે સોય ,દોરા જેવા બની તેની તિરાડ દૂર કરવાનો પ્રયત્ન કરવો.
સોયનું નાકું નાનું હોય તો પણ દોરો એમાં પરોવાઈ જાય છે.એમ સંબંધ માં ગમે તેવા નાકા હોય પરોવીને રહેવું.
-Bhanuben Prajapati