*શુભ સવાર*
ભાદરવા સુદ નવમી ને ચંદ્રની રાશિ ધનુ હતી,
સૂર્ય નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની ને વૈદિક ઋતુ વર્ષા હતી,
આવતી મહેંક માટીની ને રવિવારની સવાર હતી,
નિકળ્યો ચાલવા ને રસ્તે વનરાજીની લીલી વાટ હતી,
વાળે લતાઓ અને લતાઓ પર ફુલોની ભરમાર હતી,
મીઠાં મોરલાના ટહુકાર ને કોયલની કર્ણ પ્રિય કુક હતી,
ગુંજન કરતા ભમરાને તુમરાઓની પ્રભાત ફેરી હતી,
ધરતીની લીલી ચાદરમાં તારા મઢેલી ઝાકળ હતી,
ખપાટ, અશ્વગંધા, ધતુરા ,ગોખરુને બહુફળી હતી,
આયુર્વેદ ઔષધિની કુદરત ખોળે ક્યાં કમી હતી,
ઉપર ઘેરાયેલા આકાશ નીચે શોભતી ધરતી હતી,
નર આ તો શહેરમાં પણ ગામડા જેવી સવાર હતી.
નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા
હાલ મુન્દ્રા કચ્છ