... " અલગ મજા છે "
મન બધાંનાં રાખતાં, બટકવાની અલગ મજા છે;
ખારા જળથી આંખો ઉટકવાની અલગ મજા છે;
હર એકના હૃદયમાં વસવું કાંઇ જરૂરી તો નથી,
કોઇ કોઇની આંખોમાં ખટકવાની અલગ મજા છે.. અજ્ઞાત
કહ્યો તમે મને પથ્થર દિલ, ચાલો મેં માની લીધું,
પથ્થર બનીને ટોચે પહોંચાડવાની અલગ મજા છે;
વ્યાધિ, ઉપાધિ, વેદના, વ્યથાની લાગી છે ભીડ,
સાથે લઈને એ ટોળાં ભટકવાની અલગ મજા છે;
નથી હાથ હલેસાં નાખી કાણી હોડી ભવસાગરમાં,
હોંસલાથી સાગર પાર પાડવાની અલગ મજા છે;
નજીક ભલેને આવી રહી હો મૃત્યુની ઘડી "વ્યોમ"
સ્વ હસ્તે એક ખાંપણ ગૂંથવાની અલગ મજા છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર