"શ્રી ગણેશ"
જીવનમાં રાહ સાચી બતાવે શ્રી ગણેશ;
દુખ, દર્દ ને દાહ સર્વે મિટાવે શ્રી ગણેશ;
અંધીયારું છવાઈ જાય જ્યારે ચોતરફ
આશાની એક જ્યોત પ્રગટાવે શ્રી ગણેશ;
સ્મરણ સદા કરતા રહીએ જો લંબોદરનું
તો કંટક પથને ફૂલોથી સજાવે શ્રી ગણેશ;
સાચા ભક્તની રક્ષા કરતા રહે વિઘ્નહર્તા
રસ્તાની ઠોકરોને મીણ બનાવે શ્રી ગણેશ;
પ્રથમ પૂજનીય, સદા વંદનીય શ્રી ગણેશા
દુર્ગમ કામ "વ્યોમ" સુગમ બનાવે શ્રી ગણેશ;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર