આ ગઝલમાં ઘણા અંતરા છે પણ ગાતી વખતે બે ત્રણ જ લેવાય છે.અહીં તમામ રજુ કર્યા છે.
હોઠ ચૂપ રહેશે,તો ય કહી દેશે,
આંખ ઇમાનદાર લાગે છે.
--------------
આંસુઓની કતાર લાગે છે,
પાકદામન મઝાર લાગે છે. (પાકદામન=પવિત્ર)
જામ ખાલી,છતાં છે હોઠો પર,
દોસ્તનો એતબાર લાગે છે.
નફરતો જે કરે,રડે ન કદી,
કંઈક બદલ્યો વિચાર લાગે છે.
મશરુફી હોય તારા આલમમાં,
બેકરારી કરાર લાગે છે.
આંખમાં આંસુ,હાથમાં છે દવા,
આખરી સારવાર લાગે છે.
હોઠ ચૂપ રહેશે,તો ય કહી દેશે,
આંખ ઇમાનદાર લાગે છે.
બાગ આખો છે આંસુઓથી ભર્યો,
આજ જાતી બહાર લાગે છે.
હાથમાં હાથ હોય 'સુમન'નો,
એ ઘડી યાદગાર લાગે છે
#gazal