... " અનુભવોને શબ્દોમાં મઢું છું "
કેમ કહું દોસ્તો કે આ હું શું લખું છું?
મારા જ અનુભવોને શબ્દોમાં મઢું છું;
જગતની ટીકાથી બન્યો ગાંડો બાવળ,
જેટલો તમે વાઢશો એટલો હું વધું છું;
ક્યારેક તો વાત કરો સમજીને માણસ,
તમે વહેવાર એમ કર્યો જાણે કે પશુ છું;
નાસમજ સમજી ઉઠાવ્યો ખોટો ફાયદો,
સમજીને પણ હું નાસમજ થઇને રહું છું;
હથિયાર એમનાય પડે છે હેઠાં "વ્યોમ"
સમય આવ્યે જ્યારે પણ રણે હું ચડું છું;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર