"ગામની ગલીઓમાં" શોધું હું તને
એક છેડેથી મારું આવવું, અને
બીજા છેડેથી આવતો હું જોતી તને.
ભલે એ મારો જવાનો સમય હતો
પણ હંમેશા હું સાચવતી એને.
તારું તો એ ગામ હતું ને મારું મોસાળ
છતાં ન ચૂકતી એ સમય જોવા તને.
લાગતું હતું કે ઉમરનું આકર્ષણ હશે
પણ ખોયો ત્યારે ખબર પડી કે -
"પ્રેમ" કરું છું હું તને.
ફરી કદી પગ ન મૂકી શકી હું
તારા ગામની ગલીઓમાં
તને ન પામવાનો રંજ જીવનભર રહ્યો મને.
જીવનના અસ્તાંચળે એક ઈચ્છા જાગી છે
મળે જો તું ક્યાંક તો દિલની વાત કરવી છે તને.
સમાજની ફિકર છોડીને તને મળવું છે
પણ તેં ગામ છોડી દીધું,
હવે હું શોધું ક્યાં તને ?