શૂન્યથી ઉત્પત્તિ ને શૂન્યમાં જ વિસર્જન;
શૂન્યથી શરૂઆત ને શૂન્યથી થાય સર્જન;
શૂન્ય માત્ર જ તો છે ચૈતન્ય જીવન તણું,
થાય છે શૂન્ય થકી જ તો જિંદગીનુ વર્ણન;
અટકળો જીવનની સમાઈ ગઈ છે શૂન્યમાં,
ઉમ્ર તો છે ફક્ત શૂન્યથી આંકડાઓનું વર્ધન;
શ્વાસ-ઉચ્છ્વાસ તો આપ્યા છે ગણી ગણીને,
જે પણ ગણાય એ થાય અંતે શૂન્યને અર્પણ;
"વ્યોમ" શૂન્ય, ભોમ શૂન્ય, શૂન્ય છે બ્રહ્માંડ!
અંતે તો સમસ્તનું થવાનું શૂન્યમાં જ તર્પણ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર