મને હંમેશા એ વાતનું આશ્ચર્ય થાય છે કે મોટાભાગના મારા હિન્દુ ભાઈઓ સાતમ આઠમની કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવવા રાહ નથી જોતા પણ એ દિવસોમાં જુગાર રમવાની મજા લઈ શકે એ માટે આ દિવસોની રાહ જોતા હોય છે.
રમવામાં જીત્યા તો આઠમ સારી જાય ને હાર્યા તો સાતમ આઠમ ખરાબ. હવે આમાં કૃષ્ણ ભગવાન પોતે પણ શું કરી શકે?
પણ શું એ દિવસોમાં પત્તાને હાથ પણ ન લગાડીને ( ઓનલાઈન પણ ન રમીને જન્માષ્ટમી ન ઉજવી શકાય?
આપણાં ધર્મમાં ઘૂસી ગયેલી બદીઓને દૂર કરવાનું બીડું પણ આપણે જ ઉઠાવવું પડશેને ! વિચારજો. 🙏🙏