ચાલ્યો સૂર સરગમા , કિલ્લા જીતી કોટ
સંતવાણીના ચોગઠે , બાજી જીતી બારોટ
સમ્રાટ ગયો સૂરનો , ખલકમા પડી ખોટ
ભજની ત્યાં ભાગતા , બોલતો જ્યાં બારોટ
સૂરના તારા ચાહકો (એને) ચિત્તમા વાગી ચોટ
(હવે) ભાવશે નહી ભવમા , બીજા હિયા બારોટ
વાયો કડવો વાયરો , ઓચિંતી આવી ઓટ
દાટતો ગયો દરિયો , બોટ તાણી બારોટ
ભજન ની દુનિયાના બવ મોટું નામ અને મારા પ્રિય કલાકાર જેની પાછડ કદી સ્વ. લખવા કલમ ના ઉપડે એને આ દુનિયા માંથી વિદાય લીધી લક્ષ્મન બારોટ જી ને અશ્રુભીની શ્રધાંજલિ... પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને તેમના ચરણો મા વાશ આપે...અમારા દિલ માં કાયમી જીવિત છો બારોટ જી...