ડુંગરો સાથે મેં તો થોડી દોસ્તી કરી છે;
પછી મુઠ્ઠી ઊંચેરી મારી હસ્તી કરી છે;
દૂરથી તો ભલેને લાગે એ રળિયામણાં,
થોડા નજીક આવી થોડી મસ્તી કરી છે;
ખળ ખળ વહેતાં ઓલાં ઝરણાં સંગાથે,
હાથના હલેસાં ને ખુદની કસ્તી કરી છે;
પથ્થર, વૃક્ષો અને પશુ-પક્ષી સાથે લઇને,
હળીમળી નાનકડી એવી વસ્તી કરી છે;
ધૂળ અને ઢેફાં પણ વારંવાર કહે છે હવે,
કેમ? કિંમત અમારી સાવ સસ્તી કરી છે;
ખેલ્યાં કૂદ્યાં'તાં અમે જો ધૂળ ઢેફાં સંગ,
તો, એમને મનાવવા મેં પરસ્તી કરી છે;
ડુંગરા છોડી આવ્યાં જો પાછાં શહેરમાં,
તો ફરી જીવનની "વ્યોમ" પસ્તી કરી છે;
("પરસ્તી" - ખુશામત)
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર