એક શિક્ષક ધારે તે કરી શકે.
સત્ય પ્રગટાવીને ઉછેરી શકે.
આવતીકાલ દેશની હાથમાં છે,
મહેનત કરી ભાવિ સુધારી શકે.
એ એકલો નથી પણ એકડો છે,
છાત્રોમાં જોમજુસ્સો પૂરી શકે.
રામ કે શિવાજી સર્જવાની હેસિયત,
વગર શસ્ત્રે દૃષ્ટતાને હણી શકે.
કરે જ્ઞાન સાથે સ્નેહનો વિનિયોગ,
ભાંગી પડેલામાં પ્રાણ સંચારી શકે.
આપો સહકાર તો કરી બતાવશે,
નૂતન ભારતનો નકશો કંડારી શકે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.