Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અફવા છે

ફોરમની ચર્ચામાં સૌ ભરમાઈ ગયાની અફવા છે.
ફૂલો ઉપવનના સઘળાં કરમાઈ ગયાની અફવા છે.

શબ્દો થાકી જાશે સચ્ચાઈ વ્યક્ત કરવામાં આજ,
માણસ ત્યાં આખે આખો વટલાઈ ગયાની અફવા છે.

કુંવારીના સપનામાં આવ્યો વ્હાલમને એણે તો,
ચોરીને પાંપણ ઢાળી શરમાઈ ગયાની અફવા છે.

અધરાત્રે કેમ જગાડી એજ સવાલે જાગી રાત,
સપનામાં નડતર સાથે બદલાઈ ગયાની અફવા છે.

હાથ જરા પકડી પૂછ્યુંને ઉભરો આવ્યો મનનો ત્યાં,
ત્યારે સમજાયું અમને ઠલવાઈ ગયાની અફવા છે.

ઘડવૈયા સાંભળ મારા ધબકારા ને કર નક્કી તું,
ધકધક કરતું દિલ મારું સલવાઈ ગયાની અફવા છે.

પડકારી ઈશ્વરની ખાસ સતા, જોયું દુનિયાએ,
ઈશ્વર સામે માણસ તો અટવાઈ ગયાની અફવા છે.©
ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

કાજલ
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111894003
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now