....." અંદાજ એ નજર "*
વાતો પણ અમારી અંદાજ-એ-નજર થાય છે;
ને એમની ખામોશી રોજ નવી ખબર થાય છે;
જ્યાં જુઓ ત્યાં શ્વાસ લેતી લાશોના ટોળાં,
ને ધડકતા હૃદયની અહીંયાં તો કબર થાય છે;
દેખ દેખાવ ને જૂઠની વધી ગઈ છે બોલબાલા,
સાદગી ને સત્યની અહીં ક્યાં કૈં કદર થાય છે?
ખોટાંનું થાય છે નામ ને સાચાંને કરે છે બદનામ,
શરીફના પહેરવેશમાં કેવા કેવા જાદુગર થાય છે?
જો આપી છે આંખો તો હશે કોઈ કારણ જરૂર,
એ પણ જોવાય જે અહીં જોયા વગર થાય છે;
આમ તો ચૂપકીદી છે "વ્યોમ" અસત્યની મદદ,
તો, સત્ય કહેવાની પણ ક્યાં કૈં અસર થાય છે?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર