" રક્ષાબંધન "
પાવન ને પવિત્ર તહેવાર છે રક્ષાબંધન;
બહેન ભાઈનો જ પ્યાર છે રક્ષાબંધન;
રક્ષા કાજે બેન ભાઈને બાંધે છે રાખડી,
ભાઈ પ્રત્યે એનો દુલાર છે રક્ષાબંધન;
કુમ કુમ ચોખાથી વધાવે લાડકી બહેન,
રાખડીથી થયો શણગાર છે રક્ષાબંધન;
ફૂલ નહીં તો ભાઈ આપે ફૂલની પાંખડી,
દુનિયાનો આ વ્યવહાર છે રક્ષાબંધન;
ભાઈ બેનના પ્રેમ વિશે શું કહેવું "વ્યોમ"
એકબીજાનો જ ધબકાર છે રક્ષાબંધન;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર