❤️આપણી પાસે બે જીવન છે,
બીજા જીવનની શરૂઆત ત્યારે થાય છે,
જયારે આપણને ખરા અર્થમાં જાણ થાય છે, કે આપણી પાસે માત્ર એક જ જીવન છે.
મીઠાઈથી ખચોખચ ભરેલું બોક્સ હોય ત્યારે, ઉતાવળ કરીને બે હાથે મીઠાઈ ખાવા મંડી પડીએ છીએ.
પણ જયારે મીઠાઈના બોક્સનું તળિયું દેખાવા લાગે, ત્યારે એ મીઠાઈના સ્વાદની મજા લઇ લઈને મીઠાઈને આરોગીએ છીએ.
જીવનનું પણ બસ એવું જ છે.
જીવન માત્ર જીવવા માટે નથી, પણ જીવંત રહીને આ સજીવ સૃષ્ટિની દરેક હિલચાલ, પરિસ્થિતિ, એના કણેકણમાં જીવન જોવા માટે છે.
-@nugami.❤️