🌹🙏પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ 🙏 🌹
પૃથ્વી પર પ્રગટ્યા છે જે સ્વયંભૂ;
એ છે મારા ભોળા મહાદેવ શંભુ;
જટાએથી સતત વહેતી ગંગધારા;
ને મુગટ ચંદ્રમાનું ધરી લાગે પ્યારા;
ગ્રીવા પર રહેતા મણિધર ભુજંગ;
હરા હર વિષ જેમણે રાખ્યું છે કંઠ;
મસાણમાં ડેરો, સંગ ભૂતોની ટોળી;
તાંડવ કરે પ્રભુ અંગ ભભૂત ચોળી;
એક હાથ ત્રિશુળ, ગળે રુદ્ર માળા;
ડમરું વગાડતાં શિવ લાગે નિરાળા;
ડરે દાનવ ને જેમનાથી ડરે છે કાળ;
ભક્ત હું એમનો મારા દેવ મહાકાલ;
વાઘ ચમ્મર પર શિવ શંકર બિરાજે;
ભક્તની વ્હારે આવતા એક અવાજે;
"વ્યોમ", ભોમ સર્વે મહાદેવ પૂજાય;
ૐ.ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર