ભક્તોના સર્વદા દુઃખો હરનાર સદાશિવ તમે.
અધમ જીવનેય હંમેશાં તારનાર સદાશિવ તમે.
ભજીએ પંચાક્ષરે પ્રેમ પ્રગટાવી ભક્તવત્સલને,
આધિ, વ્યાધિ ઉપાધિને ટાળનાર સદાશિવ તમે.
જળમાત્રથી રીઝનારા આશુતોષ અવઢરદાની,
ભક્તોને મનચાહ્યું વરદાન દેનાર સદાશિવ તમે.
શ્રાવણારંભે સ્નેહસભર ઉરે પ્રાથું ભોળાનાથને,
રીઝોરીઝો ભક્તોની પત રાખનાર સદાશિવ તમે.
કરી કબૂલાત જીવ અમે અમારા વાંકગુનાઓની,
નતમસ્તકે, વિનિતવદને રીઝનાર સદાશિવ તમે.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.