...." કરી ગયાં "
સાચા પ્રેમને બદનામ સરે બજાર કરી ગયાં;
આપીને નિમંત્રણ લગ્નમાં વહેવાર કરી ગયાં?
એ ખુદા તું જ કર ઉપચાર મારા જખમોનો,
દાઝ્યે દામ દઈ એ કેવી સારવાર કરી ગયાં?
પ્રેમ કર્યો'તો અમે, તો સજા એની મળવાની,
એ દિલાસાએ અમે જીવન પસાર કરી ગયાં;
નહીં થાય મહેસૂસ મહેક આજ કોઇ પુષ્પની,
ને એ કબર પર પુષ્પોની ભરમાર કરી ગયાં;
મળે જરા શાંતતા મને, હવે તો "વ્યોમ" પર
રબને એ આજીજી અમે વારંવાર કરી ગયાં;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર